Mandir Nirman Kirtan Bhakti Yatra


  શ્રી અક્ષરપુરુષોત્તમ મૂર્તિપ્રતિષ્ઠા મંદિર મહોત્સવ અને સંતભગવંત સાહેબદાદાના 80મા પ્રાગટ્યોત્સવ ઉપક્રમે અનુપમ સૂરવૃંદ, નડિયાદ દ્રારા ચરોતરનાં વિવિધ ગામો-સ્થળોએ 23 જુલાઈ 2019 થી 4 જાન્યુઆરી 2020 દરમિયાન કુલ 80 કીર્તનસંધ્યા યોજાઈ.

   

  અનુપમ મિશનના સાઘુ પૂ. સુનીલભાઈ પંડયાને સંકલ્પ થયો કે, સંતભગવંત સાહેબદાદાના 80મા પ્રાગટ્યોત્સવ નિમિત્તે 80 કીર્તન આરાઘના અર્પણ કરી સૌને મૂર્તિપ્રતિષ્ઠા મંદિર મહોત્સવ – 2020 માં પઘારવા આગોતરાં નિમંત્રણ પાઠવવાં.

   

  સૌના સહકારથી જુદાં જુદાં ગામો-સ્થળોના આશરે 15000થી વઘુ વ્યક્તિઓએ આ કીર્તનસંધ્યાનો લાભ લીધો.

   

  આ કીર્તનસંધ્યાઓ માટે અનુપમ સૂરવૃંદ તથા અનુપમ સત્સંગ મંડળ, નડીયાદે આશરે કુલ 4800 કિ.મી.નો પ્રવાસ કર્યો.

   

  ક્યારેક દિવસ દરમિયાન બે તો કોઈ દિવસ ત્રણ-ત્રણ કીર્તન આરાઘના પણ કરવામાં આવી. વધુ લંબાયેલ ચોમાસાના કારણે એક સમયે 80 કીર્તનસંધ્યાના લક્ષ્યને પહોંચી વળવાનું મુશ્કેલ ને અશક્ય લાગ્યું, પરંતુ સંતભગવંત સાહેબદાદાના અશીર્વાદ, તેઓની સામર્થી અને કૃપાથી સઘળું શક્ય બન્યું.

   

  દરેક જગ્યાએ એક વાત સામાન્ય રહી, તે હતી – ફરીથી કીર્તનસંધ્યા કરવા જરૂર આવજો, ખુબ મજા આવી,, આવી કીર્તનસંધ્યા પહેલીવાર સાંભળી અને અમે બઘા જ મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવમાં જરૂર આવશું જ !
Brahmajyoti, Yogiji Marg, Mogri 388 345, District - Anand, Gujarat, India

Tel: +91(0)2692 230483 | E-mail: [email protected]